લખાણ પર જાઓ

દેખંદા કોઇ આ દલમાંય (ઝાલરી)

વિકિસ્રોતમાંથી
દેખંદા કોઇ આ દલમાંય (ઝાલરી)
દાસી જીવણ



દેખંદા કોઇ આ દલમાંય (ઝાલરી)


દેખંદા કોઇ આ દીલ માંય, ઝણણણ ઝણણણ ઝણ ઝાલર વાગે. ટેક.
બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટમાં તો રહ્યો સમાય,
જીયાં જેવો તીયાં તેવો, થીર કરી થાણા દીયા ઠેરાય. ઝણણણ. ૧

નવે દરવાજા નવી રમતકા, દશમે મોહોલે ઓ દેખાય,
ઓઇ મેહેલમાં મેરમ બોલે, આપું ત્યાગે ઓ ઘર જાય. ઝણણણ. ૨

તાંત તાંત વિણ તુંબે, વીનાં મુખે મોરલી રે બજાય,
વિનાં દાંડીયે નોબત વાગે, એસાહે કોઇ વા ઘર જાય. ઝણણણ. ૩

ઓઇ દુકાને દડ દડ વાગે, કર વીન વાજાં અહોનીશ વાય,
વિનાં આરીસે આપાં સૂજે, વિનાં દિપકે જ્યોત ઝાય. ઝણણણ. ૪

જાપ અજંપા સો ઘર નાંય, ચંદ સૂર ત્યાં પોંચત નાંય,
સૂસમ ટેકથી સો ઘર જાય, આપ આપને દીયે ઓળખાય. ઝણણણ. ૫

અખર અજીતા અરજ સુણજો, અરજ સુણજો એક અવાજ,
દાસી જીવણ ભીમને ચરણે, મજરો માનો ગરીબ નિવાજ. ઝણણણ. ૬