પૃષ્ઠ:Balvartao.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કેવી રીતે ?" મગર તો વાત કહેવાના તોરમાં આવી ગઈ. એણે કણબીનો પગ છોડ્યો અને પોતે ક્યાં ને કેવી રીતે પડી હતી તે બતાવવા લાગી.

તરત શિયાળે કણબીને ઈશારો કર્યો કે, ભાગ ! કણબી ભાગ્યો ને શિયાળ પણ ભાગ્યું. પછી ભાગતાં ભાગતાં શિયાળ બોલ્યું : "મગરભાઈ, હવે સમજાયું કે તમે કેવી રીતે પડ્યા હતા તે ! કહો જોઈએ – પછી શું થયું ?" મગર તરફડતો પડ્યો રહ્યો ને શિયાળ ઉપર ખૂબ દાંત પીસવા લાગ્યો.