પૃષ્ઠ:Balvartao.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સમળી મા


એક હતો વાણિયો. એને હાથે એક ગૂમડું થયું.

વાણિયો રોજ વૈદ પાસે જાય અને દવા કરે પણ કેમે કરીને ગૂમડું ફૂટે નહિ.

એક વર વાણિયો વૈદ પાસે જતો હતો ત્યાં રસ્તામાં એને એક સમળી મળી.

સમળી કહે : 'વાણિયાભાઈ, વાણિયાભાઈ ! આ તમારે હાથે શું થયું છે ?'

વાણિયો કહે : 'જુઓને બહેન ! આ કેટલાય દિવસથી ગૂમડું થયું છે. ફાટતુંયે નથી ને ફૂટતુંયે નથી. કોણ જાણે કેવીય જાતનું છે.'

સમળી કહે : 'અરે, એમાં તે શું છે ? ગૂમડું હું ફોડી આપું; પણ એમાંથી જે નીકળે ઈ મારું.'

વાણિયો મનમાં વિચાર કરવા લાગ્યો કે ગૂમડાંમાંથી તે વળી શું નીકળવાનું હતું ! પાક નીકળશે અને પરુ નીકળશે,