પૃષ્ઠ:Balvartao.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમાં સમળી કાંઈ કાટી ખાશે નહિ. એમ ધારીને એણે કહ્યું : 'ઠીક, જે નીકળે તે તમારું. એક વાર મારું દુઃખ મટાડો !'

સમળીએ ચાંચ મારી ઝટ દઈને ગૂમડું ફોડી નાખ્યું. ત્યાં તો એમાંથી એક દીકરી નીકળી. રૂપાળી રંભા જેવી.

દીકરી આપતાં વાણિયાનો જીવ ન ચાલ્યો. પણ કરે શું ? સમળી સાથે વચને બંધાયો હતો.

છેવટે કોચવાતા મને વાનિયાએ સમળિને દીકરી આપી.

સમળી તો દીકરીને એના માળામાં લઈ ગઈ. મોટા બધા માળામાં સમળીએ એને રાખી.સમળીએ એનું નામ રંભા પાડ્યું.

સમળી તો રંભાને કાંઈ રાખે ! રોજ નીતનવાં ખાવાનાં લઈ આવે, પહેરવા ઓઢવાનાં ને લૂગડાં-ઘરેણાં લઈ આવે, ને રાજી રાજી રાખે. રંભાને કોઈ વાતની મણા નહિ.

એક વાર રંભા કહે : 'મા ! મને ચંદનહાર પહેરવાની હોંશ થઈ છે.'