પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પણ તડકો વહાલો લાગતો હતો અને દ્રષ્ટિ સૌંદર્યથી સંતોષ પામતી નહતી.

૪. અમારી ચાર કિસ્તીમાં અમે કેવી રીતે બેઠા હતા તે હું આગળ લખી ગયો છું. જમવાની વખતે રસોડાની કિસ્તીમાં જતા અને પછી પાછા અમારી કિસ્તીમાં આવી બેસતા.

૫. સાંજ પડી, સૂર્ય અસ્ત થયો, અંધારૂં થ‌ઇ ગયું, ધુમ્મસ ચોતરફ વિંટળા‌ઇ વળ્યો. વુલર લેકનો કિનારો આવ્યો. પાણી વિશાળતા પામ્યું. મોજાં નજરે પડવા લાગ્યાં. કિસ્તી ઊભી રાખી. રાતે આ સરોવરમાં ચાલવું એ જરા જોખમ ભરેલું છે તેથી આ કિનારા પર જ રાતે કિસ્તીને રાખી, સુઈ રહ્યા. સવારે ચાર વાગે ચાલવું હતું કેમકે એ વખતે હવા સારી હોય છે, અને તોફાનનો ભય ઓછો હોય છે.


તા. ૧0-૧૧-૯૧ :-સવારના છ વાગ્યા ત્યારે પથારીમાંથી ઊઠ્યા. પાણીનાં હલેસાં જોરથી કિસ્તી સાથે અથડાતાં હતાં અને જે કિસ્તી હમેશાં જેલમ નદીનાં શાંત, મંદગતિવાળા પાણીમાં સ્થિર ચાલી જતી હતી તે આજ આમતેમ ડોલતી હતી અને ઉંચી નીચી થઈ પાણી સાથે અથડાયાં કરતી હતી. પાણીની છોળ તુતકપર આવતી હતી, કિસ્તી બુડશે તેવી શંકા કરાવતી હતી, અને બહાર જવા ના કહેતી હતી. માંજી લોકો જોરથી બુમો પાડી હલેસાં મારતા હતા. આ વુલર લેક હતું. આ સરોવરમાં ઘણા અકસ્માત્‌ બને છે કેમકે આ સમુદ્ર જેવા સરોવરનાં મોજાં સામે માત્ર ચાર તસુજ પાણીમાં રહેતી કિસ્તીની શી વિસાત ? માંજી કાં‌ઇ ગુસ્સે થઇ અંદર અંદર વાતો કરતા હતા. આ શું છે એમ એક માંજીને પુછતાં તેણે કહ્યું કે "આજ ત્રણ વાગે ચારે કિસ્તીઓને સાથે બાંધી અમારે વુલર લેકમાં ચાલવું હતું જેથી કોઈને જોખો વાગે નહિ પણ સાહેબ(પ્રાણજીવનભાઈ) વાળી કિસ્તીના માંજીએ અગાડી પહોંચી જવા માટે અમને કોઇને ખબર આપ્યા વિના કિસ્તી રાતના બે વાગે