પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચલાવે દીધી. સામાનવાળી કિસ્તી વુલરને કિનારેજ ચોંટી ગ‌ઇ અને રસોડાવાળી કિસ્તી વાંસે રહી ગ‌ઇ તેથી આવું મોટું જોખમ માથે લઈ અમે વુલર સરોવરમાં આ એકલી કિસ્તીને નાખી છે. હવે ઘણુંકરી હરકત તો નહિ આવવા દ‌ઇએ પણ અમને ઘણી ધાસ્તી લાગે છે." આટલું કહી તે હલેસાં મારવા લાગ્યો અને અમે ઉઠીને "ઇશ્વરની ઇચ્છા વિના કાંઈ થતું નથી" એમ ધારી આ તળાવ અથવા સાગર જોવા લાગ્યા. માંજી લોકોએ બહાર આવવા ના કહી પણ આ તોફાનથી સરોવરનો દેખાવ કેવો લાગે છે તે જોવાની જિજ્ઞાસા શાંત ન થવાથી અમે આંખો ચોળતા ચોળતા તુતકપર ઉભા રહ્યા. શ્રીનગર જતી વખતે આ સરોવરનું જલ એક મોટા અરિસા જેવું નજરે પડ્યું હતું પણ આજ તો તે બીજો સમુદ્ર જ થઇ ગયો હતો. મોટાં મોજાંથી પાણી કૂદતું હોય, બિચારી કિસ્તી પર ગુસ્સે થ‌ઇ ચોતરફથી તેના પર ધસી આવતું હોય અથવા તેને ગળી જવા ઇચ્છતું હોય તેવું દેખાયું. નજરે માત્ર નાની નાની ટેકરી જેવી તરંગ પરંપરાજ પડતી હતી. બીજી એકે કિસ્તી દૃષ્ટિએ પડતી નહોતી. ચોતરફ કિનારા સરખાજ દૂર દેખાતા હતા તેથી અમે મધ્ય ભાગમાં હતા. દુરબીનથી જોતાં માલમ પડ્યું કે આ તળાવમાં ચાલનારી બધી કિસ્તીઓ એક દૂરના ટાપુના કિનારાપર જતી રહી છે. વાદળાં અને ધુમ્મસથી સૂર્ય દૃષ્ટિએ પડતો નથી. બરફના પર્વતો માત્ર ઝાંખા ઝાંખાજ દેખાય છે. કિનારા પરનાં વૃક્ષ, ડુંગરની વનસ્પતિ, અથવા ખીણોમાં વહેતાં ઝરણ જોઇ શકાતાં નથી. પવન સુસવાટ કરતો ફુંકે છે. આવા ભયંકર પણ અદ્‌ભૂત, જોખમવાળા પણ રમણીય, ધીરજની કસોટી કરતા પણ આનંદકારી, તોફાની પણ મનને આલ્હાદક અને શ્યામ પણ સુખકર દેખાવો જોતાં જોતાં થોડા વખતમાં કિનારા પાસે આવી પહોંચ્યા. માંજી લોકોએ એક બીજાને ભેટી સલામ કરી "સાબ અબી કુછ હરકત નહિ" એમ કહી તેઓની હથેલીઓ બતાવી ખીલ્યા, હલેસાં એટલા જોરથી માર્યાં હતાં, કે