પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અને ગાડીમાં સામાન ભર્યો.

૨. ગરીબ, મહેનતુ અને આજ્ઞાંકિત માંજીઓને ઇનામ આપી સરટીફીકેટો લખી આપી, ખુશી કરી, આશરે સવારના આઠ વાગે રસ્તે પડ્યા.

૩. જ્યારે અમે બારામુલ્લા આવ્યા ત્યારે દોઢસો માંજી અમારી આસપાસ વિંટળાઇ વળ્યા હતા અને દરેક પોતાની કિસ્તીના વખાણ કરી સર્ટીફીકેટોના થોકડા બતાવતા હતા. આ વખતે કિસ્તી પોતે જોઈનેજ પસંદ કરવી કેમકે દરેક માંજી પાસે સર્ટીફીકેટો હોય છે અને દરેક માંજી પોતાની કિસ્તીના સરખાં વખાણ કરે છે. અમે અમારી કિસ્તી પસંદ કરી રાત તેમાંજ રહ્યા હતા. આ વખતે પ્રાણજીવનભાઈ ખુલ્લે શરીરે નાહ્યા હતા તેથી એક્દમ ટાઢ ચડી ગઈ હતી અને તુરત તાપ્યા ન હત તો તાવ ચડી આવત. ત્યારથી એમણે રાતે નહાવાનું અને જમવાનું બંધ કર્યું હતું. આ વખતે સવારમાં કિસ્તી પર લોટ જેવો બરફ પથરાઈ ગયો હતો અને સામાન ફેરવતાં માણસો લપસી પડતાં હતાં.

૪. પર્વત પરની આડી અવળી સડકપર અમારી ગાડી ચાલવા લાગી. સફેદાના લીલા સોટા અને ચિનારના સોનેરી ગોટા નજરે પડતા બંધ થયા. તેઓની જગ્યાએ મયૂરપિચ્છ જેવાં ચળકતાં સરોનાં અસંખ્ય વૃક્ષો અને બીજા જુદા જુદા રંગના સુશોભિત ગાલીચા દરેક ડુંગર અને ખીણમાં પથરાઇ ગયા છે, સ્લેટના પર્વતોની દીવાલો અને ઘીટ વૃક્ષ ઘટા ડાબી બાજુપર ઝૂમી રહી છે. જમણી બાજુએ ઊંડી ખીણમાં જેલમ નદી વહે છે. આ જેલમ જેમાં બારામુલ્લાં સુધી કિસ્તી ચાલી શકે છે અને જે માત્ર તળાવ જેવી સ્થિર દેખાય છે તેમાંથી પહેલાં મુગ્ધાના નૂપુરરવ જેવો, પછી ઉતાવળે પરણવા જતી બાલાના રથના ઘુઘરા જેવો, પછી મદમત્ત્ ગંધગજની ગર્જના, સિંહના ઘર્ઘરઘોર અથવા, વાંસની ઝાડીમાં ફુંકતા પવન જેવો, પછી વર્ષાઋતુની ગર્જના સાથે ખડખડી પડતા કૈલાસ