પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તેનો તત્કાળ નાશ થાય છે, અને તે ફરીથી દ્રષ્ટિએ પડતી નથી. આવાં અકસ્માતોથી ઘણી વખત ઘણાં જીવનું નુકશાન થાય છે. ચોમાસામાં ધરતીકંપ, વાવાઝોડું, વંટોળીયા અથવા ઝપાટાની વખતે જ આવા અકસ્માતો બને તેમ નથી, પણ ધુળ અને નાના ગોળ પથરા હંમેશા ખર્યા જ કરે છે. આમ થવાથી કેટલાક મજૂરો સડક સાફ કરવા દરરોજ કામે લાગેલા જ હોય છે, અને રસ્તે ચાલતી ગાડીને દબાઇ, દટાઇ, છુંદાઇ અથવા ઘસડાઈ જવાની નિરંતર ધાસ્તી રહે છે. પથ્થરનું દરેક ચોસલું હમણા આવી પડશે એમ દેખાય છે. આમાંથી બચવાનો એક્કે ઉપાય નથી કેમ કે આવા પર્વતો ઘણા લાંબા છે અને સડક હંમેશા તેની અડોઅડ જ ચાલી જાય છે. એ જીવને હાનિ કર્તા છે પણ આંખને આનંદ આપે છે. આ જીવને હાનિકર્તા છે પણ આંખને આનંદ આપે છે; મૃત્યુ જેવા ભયંકર છે પણ મનને રીઝવે છે; રોગથી પણ વિશેષ દુઃખ આપનાર થ‌ઇ પડે તેવા છે, પણ વિચારોને પ્રફુલ્લ કરે છે; ત્યાંનું રહેઠાણ મૃત્યુનું સહોદર છે પણ મનને તે છોડી જવું ગમતું નથી અને આ દેખાવો માંસાહારી પશુઓ, એકાંત, બરફ અને ઝાડીથી વિકરાળ છે પણ સર્વ રમણીય વસ્તુઓમાં શ્રેષ્ઠ દૃષ્ટવ્યમાં સર્વોપરિ અને સર્વ આલ્હાદક સુખકર, શાંત કરનારી અને શીત ચીજોમાં ઉત્તમ છે.

૩. આવા જોખમવાળા આનંદદાયી પ્રદેશોમાં ચાલતી ચાલતી અમારી ગાડી ચિકોટી આવી પહોંચી. આ ગામ પાસે નાની ટેકરી પર ડાક બંગલો છે. તેની બાજુમાં પાસેજ એક ઝરણ વહ્યાં કરે છે. આ ઝરણની અડોઅડ રસોડાનો તંબુ લગાડેલો હતો. જમવાને થોડી વાર હતી તેથી અમે ડાક બંગલાની અગાશીમાં ખુરશી પર બેઠા અને દુરબીનથી દરેક ખીણ, દરેક ખળખળિયો, દરેક ધોધ, દરેક ઝરણ, દરેક વૃક્ષ અથવા ઝાડ, ઘટાવાળી ટેકરી અને દરેક ડુંગરનું અવલોકન કરવા લાગ્યા.

૪. બારામુલ્લાં જતી વખત આ ડાક બંગલામાં વિચિત્ર રીતે જ