પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રહ્યાં હતા. રસોડાનો સામાન અને બધા એકા પછાડી હતા, અમારી પાસે કાંઇ જમવાનું નહોતું, સવારે જમ્યા વિના ચાલ્યા હતા, ક્ષુધા બરોબર વ્યાપી હતી, ચા, પ્યાલા અને કિટલી સિવાય બીજું કાંઇ પાસે ન મળે; ગામમાં ક્યાંઇ ઘઉંનો લોટ મળે નહિ; ન મળે દૂધ, ચા પણ કેમ પિવાય ? આખરે ગીગાભાઈએ ચા મૂક્યો અને રવાભાઈ મામા કાંઇ જમવાનું ગોતવા ગયા. આ ગામડું છોડી એક વાણીઓ બીજે જવાનો હતો, તે અડદની ખૂબ ખારી દાળ અને ઘ‌ઉંનો રોટલો થાળીમાં પીરસી ખાવાની તૈયારી કરતો હતો, તેટલામાં મામા ત્યાં પહોંચી ગયા. તે રોટલો નંગ એક અને એક છાલિયું દાળ વેચાતાં લ‌ઇ આવ્યા. ખરેખાત, હાથમાંનો કોળિયો મ્હોંમાં મુકવો એ મનુષ્યના હાથમાં નથી. તેટલા વખતમાં ડાક બંગલાનો પટાવાળો થોડું દૂધ લ‌ઇ આવ્યો. હવે તો જમણ તૈયાર થ‌ઇ ગયું, પ્રાણજીવનભાઈએ માત્ર ચાનો ઉકાળો દૂધ સાથે પીધો અને અમે ત્રણે સાથે બેસી પેટની પૂજા કરી. જમી રહ્યા કે તુરતજ એકા અને માણસો આવી પહોંચ્યાં. તેઓને પણ બરાબર ભૂખ લાગેલી. ભૂખ અને તરશથી એટલા વ્યગ્ર થઇ ગયા કે પાણી ક્યાંઇથી ગોતી શક્યા નહિ. એકજણો આખા ગામમાંથી ગોતી એક માણસનું પેટ ભરાય તેટલા દાળિયા લ‌ઇ આવ્યો. તે બધા ભેગા થ‌ઇ ચાવી ગયા પણ દાવાનળમાં પાણીનું એ એક ટીપું શું કરી શકે ? અગાડી રસ્તો કેવો છે તેથી અમે સૌ અજાણ્યા તેથી વધારે પણ કેમ રોકાઇએ ? અંધારૂં થ‌ઇ જાય. ડુંગર અને ખાઇ વચ્ચે અંધારામાં શી રીતે ચલાય ! આવી રીતે છતે પાણીએ તર્ષ્યા અને વગર ઇલાજે ભૂખ્યા બધા માણસો ઉરી તરફ ઉપડ્યા. કેટલાકની આંખમાં પિલુડાં આવી ગયાં હતાં. આ કેવું ખોટું ! લડાઈના વખત જે માથા પર ગડગડી રહ્યાં હતાં , માંસ ભાલાની અણી પર રાખી મુડદાંની ચેહપર શેકી લ‌ઇ ચાવી જવું પડતું હતું, અરણ્યમાં પથ્થર પર પણ સુખે સુવાનું મળતું નહિ, ઘોડા પરથી પલાણ પણ દૂર થતાં નહિ, લોહીમાં તરવારો હંમેશા ભીની રહેતી, શરીર પર જખમ