પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વિનાનાં કોઇ માણસો નજરે પડતાં નહિ, સંકટની સંખ્યા થ‌ઇ શકે તેમ ન હતી, એ સમય વીસરી જવાનો નથી. સુખ શાંતિથી નપુંસક બની જવાનું નથી. મોજનું વ્યસન સુખ આપનારૂં નથી. સ્પ્રીંગવાળા પલંગ અને ચાર ઘોડાની ગાડીમાં બેસી ચટપટ કરવી અને તેમાં જ મગ્ન રહેવું, એ સુધારો સુખ અથવા આનંદ નથી. બુટ, મોજાં, નાજુક સોટી અને રેશમી રૂમાલ ગજવામાં રાખી, ફાંકડા બની આંટા મારવા એ જ સંપત્તિ અથવા મજા નથી, સોનાનાં ચશ્મા વગર કારણે ઘાલી, સોનાનાં નાજુક ઘડિયાળ અને અછોડો છાતી પાસે લટકાવી ટૅબલ પર ટાંટીઆ ઉંચા ચડાવી વિસ્કી પેગ ચડાવવો એ સુધારાના સાથીનાં લક્ષણ નથી, ધીરજ અને ધૈર્યથી અગાડી વધવું એ જ સુધારો છે, એ જ સુખ છે, એ જ ધર્મ છે, અને એજ સંપત્તિ છે.

" ધીરજ ધર્મ મિત્ર અરૂ નારી; આફત કાલ પરખીયે ચારી.

ખરેખાત આવી સ્થિતિમાં જો કે ધીરજથી શાંત રહેવું જોઇએ તો પણ આ ભૂખ્યા માણસોની એ વખતની સ્થિતિ જોઇ અમને ઘણીજ દયા આવી અને જે કોઇએ આવી સ્થિતિ અનુભવી અથવા જોઇ હશે તેને તેઓના પર દયા આવ્યા વિના રહેશે નહિ.

હવે આ વખતે ડાક બંગલામાં અમે પર્વતો નિહાળતા હતા ત્યારે શું થયું તે લખું. એક જમીનદાર અમને મળવા આવ્યો. તેની સાથે કેટલીક વાતચીત કરી જોતાં માલુમ પડ્યું કે આવા ત્રીશ ત્રીશ ચાળીશ હજાર રૂપીઆની આવકવાળા કાશ્મીરની રાજ્યસત્તા નીચે ઘણા ખંડિઆ જાગીરદારો છે. જાગીરદાર સાથે વાતો કરતા હતા તેટલામાં રસોઇયાએ આવી કહ્યું કે : જમવાનું તૈયાર છે. તેથી અમે તંબુમાં જ જમવા લાગ્યા, કેમ કે એ સ્થલ ઘણું સુંદર હતું. તંબુમાં જમી, ખળખળ વહેતા ઝરણ પાસે એક પથ્થર પર જરા વાર બેસી , ગાડીમાં બેસી રસ્તે પડ્યા. જોખમી રસ્તા પર કેટલાક સાંકડા પુલ ઓળંગી અમે સાંજે ગરી પહોંચી ગયા. એકા અને