પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એક ઘુઘવતી નદી નીચે થ‌ઇને ચાલી જાય છે અને જેલમને મળે છે. પૂલ છ ફીટ પહોળો નહિ હોય. લંબાઈ આશરે વીશ ફીટ હશે. ઉંચાઈમાં આશરે દશ ફીટ હશે. પણ જમણી તરફ તો ખાઇ છે અને તેમાં પડી તે નદી જેલમને મળે છે. ઈશ્વર કૃપાથી અમારી ગાડી સહીસલામત આવા પૂલો ઊતરી આવી અને વશરામ પણ એક તરફ ન પડતાં વચમાં પડ્યા, નહિ તો બન્ને બાજુ મૃત્યુ ડાચું ફાડી ઉભેલું છે. વશરામ સહેલાઈથી એક્કા નીચેથી નીકળી શકત, પણ એક્કો પાછળ ઊલળી ન પડે તે માટે બે ધોકા નીચે રાખેલા હોય છે તેથી તેમાં તે ભરાણા અને ઘસડાયા. તેનો પગ ભાંગી ગયો હશે તેમ તેને અને બધાને લાગ્યું. પણ ડાક્ટરે તુરત સાથળ તપાસી કહ્યું કે કાંઇ ઈજા નથી. તો પણ તેને એટલું સખત લાગ્યું હતું કે જ્યાંસુધી કાશ્મીરની મુસાફરી પૂરી થ‌ઇ ત્યાંસુધી તેને શેક કરવો પડ્યો.

૧૧. આ પ્રમાણે બિચારા વશરામે રાત આખી શેક કરાવ્યા કર્યો અને અમે "તે બચ્યા એ સારૂં થયું, ઈશ્વરની એટલી કૃપા" એવી એવી વાતો કરતા સુઇ રહ્યા.


તા. ૧૩-૧૧-૯૧ :- રાત આખી સગડીમાં ધૂમાડા વિનાનાં ચિનારના લાકડાં સળગ્યાં કર્યાં હતા. તેથી સવારના સાડા ચાર વાગે ઉઠી કપડાં પહેરી તાપવા બેશી ગયા.

૨. ચા પીધો કે તુરત ગાડીમાં બેશી રસ્તે પડ્યા. કાશ્મીરના આ સુંદર દેખાવો વિશે હું શું લખું ? દરેક જગ્યા એ સરખી જ રમણીયતા દેખાય છે. જેલમ નદી પડખે ધસી આવતી હતી તેની આસપાસ ભવ્ય દેખાવો જોઈ દૃષ્ટિ કદી તૃપ્ત થતી જ નથી.

૩. આવા પ્રદેશોમાં આમતેમ સડક પર ચાલતાં અમો કોઇ કોઇ ઠેકાણે પ્રતિધ્વનિ સાંભળવા પીસ્તોલના અવાજ કરતા હતા. આ અવાજ દરેક ડુગરમાં અને ખાઈમાં ગાજી રહેતા. અવાજ સાંભળી કોઇ કોઇ વખતે ઉંડી ખીણમાં દીપડા જેવા કેટલાં જાનવર ઘીચ ઝાડીમાંથી બહાર નીકળી આવતા, દુરબીનથી અમે તેઓને જોયાં