પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તો પણ ખાઈ એટલી ઉંડી છે કે અમે તેની જાત ઓળખી શક્યા નહિ. આમાંના કેટલાંક પીળાં અને વાંદરાના આકારના હતાં

૪. બપોરે અમે દુમેલ આવી પહોંચ્યા. આ જગ્યાએ એક પુલ છે. તેની નીચે જેલમ નદી વહે છે. તેનું પુર એટલું જોસવાળુ છે કે આ પુલની વચમાં એકે થાંભલો બની શક્યો નથી. આ ઝૂલાપુલની પાસે જ મુસાફરો માટે ત્રણચાર ઓરડીઓ છે. આ પૂલ અને ઓરડીઓ કાશ્મીરના સ્વર્ગવાસી મહરાજાની યાદગીરી માટે ચણાવેલાં છે.

૫. ઓરડીમાં ઊતરવાને બદલે અમે પુલ અને ઓરડીઓને પડખે એક ચણાવેલ ઓટો છે ત્યાંજ બેઠા, કેમકે એની પાસે એક નાજુક ગુલાબના પુષ્પોની વાડી છે. અને નીચે જ જેલમનું સ્વચ્છ અને શીતળ જળ વહેતું દેખાય છે. આ ગુલાબના ફુલ ઘણાં જ ખુશબોદાર અને મોટાં છે.

૬. અમને જોઇને એક સારંગી લ‌ઇને એક ગવૈયો ગાવા આવ્યો. આ શું ગાતો હતો તે અમે પુરૂં સમજી શક્યા નહિ. પણ જે ગાયનો અને વાજાં અમે શ્રીનગરમાં સાંભળ્યા અને જોયાં હતા તેથી આ જુદીજ તરેહનાં હતાં. કાશ્મીરની આબેહુબ રીતભાત બારામુલ્લાં છોડ્યા પછી નજરે પડતી નથી. આ ગવૈયો કાઠી લોકોના રાવળ જેવો હતો. તેઓના જેવો જ સૂર કાઢતો હતો અને સારંગી તેવી જ વગાડતો હતો. ખામી માત્ર રવાજ (એક કાઠિયાવાડી વાજું જે રાવળ લોકો હમેંશા સારંગીની સાથે રાખે છે.) ને જ હતી. થોડી વારમાં આંહીનો માળી કેટલાંક સફરજન અને નાખ લ‌ઇ આવ્યો. આ કાશ્મીરમાંજ ઉત્પન્ન થતાં સફરજન જેવાંજ નાખ અને કાશ્મીરી સફરજન ઘણાં સ્વાદિષ્ટ અને દાડમ જેવડાં મોટાં હોય છે. કાશ્મીરી લોકો નાખનું અથાણું પણ કરે છે. જમવાનું તૈયાર થયું તેથી રસોડાના તંબુમાં જઇ જમીને પાછા નદી આગળ આવી બેઠા.

૭. પૂલની એક બાજુએ આ ઓરડીઓ, ઓટો અને ફુલવાડી છે, અને બીજી બાજુએ ટ્રેનના સ્લિપર વહેરવાનું કારખાનું છે. આ કામ