પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આઠ અથવા ત્રણ ચાર દિવસ સુધી અટકવાની નથી એમ ધારી ગાડી અને એક્કા છોડાવી ચાલવાની આશામાં નિરાશ થઇ પણ આવા સુંદર પ્રદેશમાં આવા સુંદર વરસાદનું અવલોકન કરવાનો વખત મળ્યો તેથી કૃતાર્થ થયેલા માની નિરાંત કરી, રામનું નામ લઈ, ઓસરીમાં આંટા મારવા લાગ્યા. અડધી કલાકમાં આકાશમાંથી પાણી પડતું બંધ થયું તેથી પવનની મંદ લહેરોથી જરા જરા હલતાં કુંજોનાં પાંદડાંમાંથી જ પાણી ટપકવા લાગ્યું. જરાવારમાં તે પણ બંધ થયું. જરાવારમાં અજવાળું થવા લાગ્યું, અને વાદળી વિખરાવા લાગ્યું. જરાવારમાં ફળી પરનું પાણી રડી ગયું, જરા વારમાં પશ્ચિમાં દિશામાં મોટું (અનેક) ચળકતા રંગવાળું ઇંદ્રધનુષ નજરે પડ્યું. જરા વારમાં તે ઝાંખું થયું, અને સૂર્યનાં લાંબાં કિરણો ભીની જમીન, ભીના પર્વતો , ભીની વેલી, ભીનાં ઝાડ, ભીનાં છાપરાં અને ભીની ખીણોમાં પ્રસરવા લાગ્યાં. સૃષ્ટિસૌંદર્ય ઓર જ થઈ રહ્યું. તિર્યગ્વર્ગમાં મહોત્સવ પ્રસરી રહ્યો. મેઘજલબિંદુને જરા જરા ધ્રુજી ખેરવી નાખતા એના નાજુકા રોપાની આસપાસ કાંઇક મધુરું લવતો પેલો ઘેલો ભોગી ભૃંગ ભમતો ભમતો વિસ્મિત કરતો મકરંદ ભર્યો રસદ્રવતા સુગંધી પુષ્પની સ્નિગ્ધ પાંખડીમાં શિથિલ થઈ ભરાઈ બેઠો, ચોંટી ગયો અને પેલી પોપટીઆ રંગની લાલચુ ચપળ ફુદડી એક બ્હેકી રહેલી વેલી લતામાં અટવાતી અટવાતી કોઇ કંપતા ફૂલડામાં લપાઈ ગઈ ! ફળિયામાં સૌ ફરવા લાગ્યા, કોઇ સિસોટી વગાડવા લાગ્યું, કોઇ એક જ પર્વતના કોઇ સુંદર ભાગપર દૃષ્ટિ અચલ રાખી ઉભું થઈ રહ્યું ; કોઈ ગાવા લાગ્યું, આ પ્રમાણે સૂર્યના એ ચળકાટથી દરેકનાં હૃદયમાં અજવાળું થઈ ગયું.

૨૪. આજ ચાલવાનું બંધ રાખ્યું. સાંજ પડી. પાછાં સવાર જેવાં જ વાદળ છવાઈ ગયાં. પાંચ વાગ્યા ત્યારે એટલું અંધારૂં થઇ ગયું કે અમે સૌ વાળુ કરી સુઇ ગયા. અડધી કલાક પછી ડાક બંગલાના એક માણસે આવી બાલુભાઈ (રૂપશંકરભાઈ)ને કહ્યું, "સાબ, કોઇ બહાર મત આવ, બાલુ (રીંછ) આયા હૈ." અમે તો સુતાજ હતા. રાત લાંબી થ‌ઇ પડી, ઊંઘ સવારે