પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આંખમાં કમળો હોય તે સર્વ પીળું ભાળે." અમે અમારા મિત્રોને મળવાને આતુર છીએ તેથી આ વટેમાર્ગુ પણ તેવાજ લાગે તેમાં કાંઇ નવાઈ નથી. કોઈ વખતે ચડાણ ઘણું હોવાથી ઘોડા અટકતા હતા. આમ અમે ચાલ્યા જતા હતા તેમ તેમ અજવાળું વધતું જતું હતું, અમારી ગાડી સૂર્યનાં દર્શન કરવા ઊંચી ચડતી હતી, પૂર્વ દિશામાં લાલ કિરણો દેખાયાં, તારા આકાશમાં ક્યાંઇ ઉડી જવા લાગ્યા, થોડા વખતમાં અમારી નીચે દૂર પૂર્વ દિશામાં સૂર્ય દેવતા દૃષ્ટિએ પડવા લાગ્યા, થોડા વખતમાં ઝાકળ વિખરાઇ ગૈ, થોડા વખતમાં વાદળાં ઉડી ગયાં, થોડા વખતમાં દરેક વસ્તુ સફેદ થ‌ઇ ગ‌ઇ અને સ્પષ્ટ દૃષ્ટિએ પડવા લાગી, તેથી જાણે અનેક વસ્તુઓ સૂર્યોદય સાથે જ ઉત્પન્ન થઈ હોય તેમ ભાસવા લાગ્યું ; ઝાડ છુટાં પડી ગયાં હોય તેમ દિસવા લાગ્યું. થોડા વખતમાં ટાઢ ઓછી થઈ અને સૂર્ય ગરમ થવા લાગ્યો, થોડા વખતમાં રૂંછાવાળા કોટ ઉતાર્યા અને અમે જરા પાળા ચાલવા લાગ્યા. દાતણ કરવાનો સમય થ‌ઇ ગયો પણ કોઈ અજાણ્યા ઝાડનું દાતણ કરતાં વખતે હરકત થાય તેથી કોઇ ડાળખી તોડતું નહીં ; આખરે દાડમી નજરે પડી તેથી તેનું દાતણ કરી અગાડી ચાલ્યા.

૨. અર્ધ ચંદ્ર અને ચક્કર જેવા આકારમાં આવી રહેલા પર્વતોમાં ઊંચી ચડતી સડક પર ગાડી ધીમે ધીમે ચાલી જતી હતી. આ પ્રદેશમાં ઝાડ અને સૌથી વધારે સરોની ઘટા ઘણી સુંદર છે. કેટલાંક વન બળી ગયેલાં દિસતાં હતાં, તેનાં ઝાડ ભુખરાં અને પાંદડા વિનાનાં હતાં. આવાં કેટલાંક ઠુંઠાં પડી ગયેલાં હતાં અને કેટલાંક ઉભાં અને આડાં ઉભેલાં હતાં, જાણે કેમ ભગવાં વસ્ત્રવાળા જોગી આસન કરી સમાધીસ્થ થયાં હોય ! કેટલેક સ્થાને ઘણીજ લીલી વૃક્ષ ઘટામાં પાણીના ધોધ પડતા હતા. ડાબી બાજુ જેલમ નદી દૂર જતી અને નાની થતી દેખાતી હતી કેમકે અમે ઘણાજ