પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તેના બાપની છત્રી હાથમાં પકડી સાત માળની હવેલી પરથી નીચે કૂદી પડ્યો અને ઇશ્વર કૃપાથી સહીસલામત રહ્યો. આ બન્ને બાલકને જેવી તેઓને મળતી આવી છે તેવીજ કેળવણી જો આખી જીંદગી મળે તો પહેલો બાયલો અને બીજો બહાદુર થવાનો તેમાં કાંઈ શક છે ? વિમાનની હકીકત જ તે બહાદુર બાલકને બીકણ થવા દેશે નહિ. જે વખતે તેને જંગલમાં વાઘ સામો મળશે તે વખતે તેને તે અગાશી પરનો કૂદકો શું હિંમત નહિ આપે ? આવાં આવાં નાનાં મોટાં સંકટો અને દૃઢતાનાં કૃત્યો એ પણ મેત્રીક્યુલેશન, એફ.ઈ.એ. અને બી.એ. જેવી પરિક્ષાઓ છે. એથી માણસ આગ્રહી અને અચલ મનનો થાય છે. સંસાર વ્યવહારમાં પણ તેમજ છે. "બત્રીશ ઠોકર ખાય તે બત્રીશ લક્ષણવાળો થાય." સંકટોમાં ન પડવાથી કીર્ત્તિ નથી મળતી, એટલું જ નહિ પણ તન અને મન કેળવાતાં નથી; નવનાગેલીઓ. ફુટબોલ, અગરપાટ, ક્રિકેટ, ખીલપાડો, અને પોલો એ રમતો પણ આપણને સખત કરવાજ મથે છે. જે માણસ એક જગ્યાએ બેશી રહ્યો હોય અને મુશ્કેલીમાં પડ્યોજ ન હોય તે શું સુખી છે ? તે પોતેજ ના કહેશે. તેને ઊંબર ડુંગર જેવો લાગશે. જે માણસ દુઃખમાં કસાયેલો હશે તે એકે સંકટને દુઃખ માનશેજ નહિ, તે તો સુખીજ છે, કેમકે સુખ દુઃખ તો માનવાનુંજ છે. એક માણસ એકને સુખ માને તો બીજો તેને દુઃખ માને છે. એતો ખરૂં જ છે કે માણસની સ્થિતિ એક સરખી રહેતી નથી. માણસ આજ રાજા તો કાલ જંગલવાસી થઈ જાય છે. એક માણસ એક વખતે સદાવ્રત આપતો હોય, તે જ બીજે વખતે સદાવ્રતનું ખાતો નજરે પડે છે. લક્ષ્મી ચલ છે તે તો સૌ જાણે છે. અને તેનો કેટલાએકને અનુભવ પણ થયો હશે. જે માણસ કસાયેલો હોય તે આવી પડતીને વખતે મુંઝાતો નથી પણ વધારે દૃઢ છાતીવાળો થાય છે. નદીના પૂર સામે થવાની હિમ્મત સરપ જ ધરી શકે છે. વળી સંકટોમાં ધીરજથી તરી ગયેલાં માણસો