પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તેવાં રહે. તેમને વિષેની આપણી કલ્પના બદલવી રહી. એ 'આપણાં' નથી, એ 'મારાં' નથી; એ ઈશ્વરના છે, 'હું પણ તેનો છું', 'મારું' એવું આ જગતમાં કંઈ જ નથી. પછી મને ભય શાને વિષે હોઈ શકે? તેથી ઉપનિષદકારે કહ્યું 'તેનો ત્યાગ કરીને તે ભોગવ.' એટલે આપણે તેના રખેવાળ રહીએ તે તેની રક્ષા કરવા પૂરતી શક્તિ અને સામગ્રી આપી દેશે. આમ સ્વામી મટીને સેવક થઈએ, શૂન્યવત્ થઈ રહીએ તો સહેજે ભયમાત્ર જીતીએ, સહેજે શાન્તિ મેળવીએ, સત્યનારાયણનાં દર્શન કરીએ.

૮. અસ્પૃષ્યતાનિવારણ

૯-૯-’૩૦
મંગળપ્રભાત
 


આ વ્રત પણ અસ્વાદવ્રતની જેમ નવું છે અને કંઈક વિચિત્ર પણ લાગે. જેટલું વિચિત્ર છે તેના કરતાં વધારે આવશ્યક છે. અસ્પૃશ્યતા એટલે આભડછેટ; અને અખા ભગતે ઠીક ગાયું છે કે 'આભડછેટ અદકેરું અંગ'. એ જ્યાં ત્યાં ધર્મેને નામે કે બહાને વિદ્ન નાંખ્યા જ કરેછે અને ધર્મને કલુષિત કરે છે. જો આત્મા એક જ છે, ઈશ્વર એક જ છે તો અસ્પૃશ્ય કોઈ નથી. જે રીતે ઢેડભંગીને અસ્પૃશ્ય ગણવામાં આવે છે પણ સ્પૃશ્ય નથી, તે રીતે મૃત દેહ પણ અસ્પૃશ્ય નથી, એ માન ને કરુણાને પાત્ર છે. મૃત દેહનો સ્પર્શ