પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આ બધા ધર્મોમાં મૂળ સિદ્ધાંતો એક જ છે. તે બધામાં સંત સ્ત્રીપુરુષો થઈ ગયાં છે, આજે પણ મોજૂદ છે. એટલે ધર્મો પ્રત્યેના સમભાવમાં ને ધર્મીઓ - મનુષ્યો - પ્રત્યેના સમભવમાં કંઈક ભેદ છે. મનુષ્યમાત્ર-દુષ્ટ અને શ્રેષ્ઠ પ્રત્યે, ધર્મી અને અધર્મી પ્રત્યે સમભવની અપેક્ષા છે, પણ અધર્મ પ્રત્યે કદી નહિ.

ત્યારે પ્રશ્ન એ થાય કે ધણા ધર્મો શાને સારુ જોઈએ ? ઘણા ધર્મો છે એ આપણે જાણીએ છીએ. આત્મા એક છે, પણ મનુષ્યદેહ અસંખ્ય છે. દેહની અસંખ્યતા ટાળી નહિ ટળે. છતાં આત્માના ઐક્યને આપણે ઓળખી શકીએ છીએ. ધર્મનું મૂળ એક જ છે, જેમ વૃક્ષનું; પણ તેને પાતરાં અસંખ્ય છે.


૧૧. સર્વધર્મ સમભાવ - ૨

૩૦-૯-’૩૦
મંગળપ્રભાત
 

આ વિષય એવો અગત્યનો છે કે એને જરા અહીં લંબાવું છું. મારો કેટલોક અનુભવ આપું તો સમભાવનો અર્થ કદાચ વધારે સ્પષ્ટ થશે. જેમ અહીં તેમ ફિનિક્સમાં પણ પ્રાર્થના રોજ થતી. તેમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તિ હતા. સદ્ગત રુસ્તમજી શેઠ અથવા તેમના ફરજંદ ઘણી વાર હાજર હોય જ. રૂસ્તમજી શેઠને 'મને વહાલું વહાલું દાદા રામજીનું નામ' બહુ ગમતું. મને સ્મરણ છે તે પ્રમાણે એક વેળા મગનલાલ કે કાશી એ અમને બધાંને ગવરાવતાં હતાં. રુસ્તમજી શેઠ ઉલ્લાસમાં બોલી ઊઠ્યા : 'દાદા રામજી'ને બદલે 'દાદા હોરમઝદ ગાઓની.' ગવરાવનારે