પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩. બ્રહ્મચર્ય

બ્રહ્મચર્યના પાલન વિન ઉપરનાં વ્રતોનું પાલન અશક્ય છે. બ્રહ્મચારી કોઈ સ્ત્રી કે પુરુષ ઉપર કુદ્દષ્ટિન ન કરે એટલું જ બસ નથી, પણ મનથીયે વિષયોનું ચિંતન કે સેવન નહિ કરે, અને વિવાહીત હોય તો પોતાની સ્ત્રી કે પોતાના પતિસાથે પણ વિષયભોગ નહિ કરે, પણ તેને મિત્ર સમજી તેની સાથે નિર્મળ સંબંધ રાખશે. પોતાની કે બીજી સ્ત્રીનો કે પોતાના પતિનો કે બીજા પુરુષનો વિકારમય સ્પર્શ અથવા તેની સાથે વિકારમય ભાષણ કે બીજી વિકારમય ચેષ્ટા તે પણ સ્થૂળ બ્રહ્મચર્યનો ભંગ છે. પુરુષ પુરુષ વચ્ચે કે સ્ત્રી સ્ત્રી વચ્ચે કે બન્નેની કોઈ વસ્તુ વિષે વિકારમય ચેષ્ટા પણ સ્થૂળ બ્રહ્મચર્યનો ભંગ છે.

૪. અસ્વાદ

મનુષ્ય જ્યાં લગી જીભના રસોને જીતે નહિ ત્યાં લગી બ્રહ્મચર્યનું પાલન અતિ કઠીન છે એવો અનુભવ હોવાથી અસ્વાદને નોખું વ્રત ગણવામાં આવ્યું છે. ભોજન કેવળ શરીરયાત્રાને જ અર્થે હોય; ભોગને અર્થે કદી નહિ. તેથી તે ઔષધિ સમજી સંયમપૂર્વક લેવાની જરૂર છે. આ વ્રતનું પાલન કરનાર વિકાર ઉત્પન્ન કરે એવા મસાલા વગેરેનો ત્યાગ કરે. માંસાહાર, મદ્યપાન, તમાકુ, ભાંગ ઇત્યાદિનો આશ્રમમાં નિષેધ છે. આ વ્રતમાં સ્વાદને અર્થે ઉજાણીનો કે ભોજનના આગ્રહનો નિષેધ છે.

૫. અસ્તેય

બીજાની વસ્તુ રજા વિના ન લેવી એટલું જ આ વ્રતના પાલનને સારુ બસ નથી. જે વસ્તુ જે ઉપયોગને સારુ