પૃષ્ઠ:Van Vruksho.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સાગ

એક લોકગીતમાં 'સાગસીસમના ઢોલિયા'નું સુંદર વર્ણન કરેલું છે. આખું ગીત તો મને નથી આવડતું પણ એની પહેલી લીટી યાદ છે--

"સાગ સીસમનો ઢોલિયો,
અમરાડમરાનાં વાણ."

મને યાદ આવે છે કે એક વાર મારા પિતા સુતારને કહેતા હતા : "આપણે દેવદારની પેટી નથી કરાવવી, સાગની કરાવવી છે."

સાગ ઘણું જ મજબૂત લાકડું છે. તે ઘણો લાંબો વખત ટકે છે એટલે જ લોકો લાકડાની કિંમતી ચીજો મોટે ભાગે સાગની કરાવે છે.

સાગનું ઝાડ ઘણું ઊંચું થાય છે. હિમાલય ઉપર મને યાદ છે તે પ્રમાણે મેં ઘણાં લાંબાં લાંબાં સાગનાં ઝાડ જોયેલાં. જો હું ન ભૂલતો હોઉં તો વહાણનો ડોલકૂવો સાગનો બને છે; ઘરના લાંબા પાટડા પણ સાગના જ હોય છે.

સાગનું થડ ઘણું જાડું થાય છે, અને તેથી તેનાં પાટિયાં ઘણાં પહોળાં થાય છે. મારા જ ઘરમાં એવા સળંગ પહોળાં પાટિયાંની એક મોટી જબરી પેટી છે. પહોળા પાટલા અને મોટા દરબારી બાજોઠો સાગનાં પાટિયાના થાય છે. મોટા જબરા મોભ પણ સાગના બને છે.

સાગ ગુજરાતની દૂર હિમાલયમાં, બ્રહ્મદેશમાં અને મલબારમાં થાય છે. એ તો ઠીક; પણ આપણે જ આંગણે ડાકોર-ગોધરા વચ્ચે સાગનું વન છે. આજ દિવસ સુધી મને તેની ખબર નહોતી. ગોધરા જતાં મેં એ જોયું. એકલા સાગનાં જ