લખાણ પર જાઓ

અઘોર નગારાં તારાં વાગે

વિકિસ્રોતમાંથી
અઘોર નગારાં તારાં વાગે
રામો બાવો
સંત વેલનાથના ચેલા રામનું ભજન



અઘોર નગારાં તારાં વાગે

અઘોર નગારાં તારાં વાગે
ગરનારી વેલા ! અઘોર નગારાં તારાં વાગે !

ભવે રે સરમાં દાતણ રોપ્યાં રે
ચોય દશ વડલો બિરાજે. -- ગરનારી૦

ગોમુખી ગંગા ભીમકંડ ભરિયા
પરચે પાણીડાં પોંચાડે. -- ગરનારી૦

ચોસઠ જોગણી બાવન વીર રે
હોકાર્યા મોઢાં આગા હાલે. -- ગરનારી૦

વેલનાથ ચરખે બોલ્યા રામૈયો ધાણી
ગરનારી ગરવે બિરાજે. -- ગરનારી૦