અણવર અવગતિયા
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
તું થોડું થોડું જમજે રે
- અણવર અવગતિયા
- અણવર અવગતિયા
તારા પેટડાંમાં દુખશે
- રે અણવર અવગતિયા
- રે અણવર અવગતિયા
તને ઓસડ ચીંધાડે
- રે કનુભાઈ પાતળિયા
- રે કનુભાઈ પાતળિયા
સાત લસણની કળી
- માંહે હીંગની કણી
- માંહે હીંગની કણી
અજમો મેલજે જરી
- ઉપર આદુની ચીરી
- ઉપર આદુની ચીરી
તું ઝટપટ ખાજે
- રે અણવર અવગતિયા
- રે અણવર અવગતિયા