અણવર લજામણો રે
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
એ વર તારા અણવરમાં નહિ દમ
- કે અણવર લજામણો રે
એના ખિસ્સા ખાલીખમ
- કે અણવર લજામણો રે
એ વર તારા અણવરમાં નહિ દમ
- કે અણવર લજામણો રે
એના ખિસ્સા ખાલીખમ
- કે અણવર લજામણો રે
હાથ પગ દોરડી ને પેટ છે ગાગરડી
- આંખોમાં આંજણ ને કાનોમાં છે કડી
હાથ પગ દોરડી ને પેટ છે ગાગરડી
- આંખોમાં આંજણ ને કાનોમાં છે કડી
એ તો હસતો હરદમ
- કે અણવર લજામણો રે
એ વર તારા અણવરમાં નહિ દમ
- કે અણવર લજામણો રે
એના ખિસ્સા ખાલીખમ
- કે અણવર લજામણો રે
જાતે ભવાયો થઈ થન થન નાચતો
- જાનને નચાવતો ને વરને નચાવતો
જાતે ભવાયો થઈ થન થન નાચતો
- જાનને નચાવતો ને વરને નચાવતો
એ તો ફોગટનો મારતો દમ
- કે અણવર લજામણો રે
એ વર તારા અણવરમાં નહિ દમ
- કે અણવર લજામણો રે
એના ખિસ્સા ખાલીખમ
- કે અણવર લજામણો રે