અમે રે લીલુડા વનની ચરકલડી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

દાદાને આંગણ આંબલો

આંબલો ઘેર ગંભીર જો

એક રે પાન મેં તો ચૂંટિયું

દાદા ન દેજો ગાળ જો

દાદાને આંગણ આંબલો

આંબલો ઘેર ગંભીર જો

એક રે પાન મેં તો ચૂંટિયું

દાદા ન દેજો ગાળ જો
દાદાને આંગણ આંબલો

અમે રે લીલુડા વનની ચરકલડી

ઊડી જાશું પરદેશ જો

આજ રે દાદાજીના દેશમાં

કાલ જાશું પરદેશ જો
દાદાને આંગણ આંબલો

દાદાને વહાલા દીકરા

અમને દીધા પરદેશ જો

દાદા દુખડા પડશે તો

પછી નવ બોલશું
દાદા રાખશું મૈયરાની લાજ જો
દાદાને આંગણ આંબલો

દાદા દિકરીને ગાય સરીખડાં

જેમ દોરે ત્યાં તો જાય જો

દાદાને આંગણ આંબલો

આંબલો ઘેર ગંભીર જો
દાદાને આંગણ આંબલો