ઉદ્ગાર (કાવ્ય)
Appearance
ઉદ્ગાર (કાવ્ય) મણિશંકર રત્નજી ભટ્ટ-'કાન્ત' |
ખંડ : શિખરિણી |
ઉદ્ગાર
(ખંડ : શિખરિણી)
વસ્યો હૈયૈ તારે :
રહ્યો એ આધારે :
પ્રિયે, તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો !
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો !
નહિ તદ્પિ ઉદ્વેગ મુજને :
નયન નીરખે માત્ર તુજને :
હરે દૃષ્ટિ, વ્હાલી ! સદય મૃદુ તારી જ રજને !
સદા રહેશે એવી :
સુધા વર્ષા જેવી :
કૃતિ માનું, દેવી ! ક્ષણ સકલને જીવન તણી :
પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી !