એ કે લાલ દરવાજે તંબુ…
Appearance
એ કે લાલ દરવાજે તંબુ… નરસિંહ મહેતા |
એ કે લાલ દરવાજે તંબુ…
એ કે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ,
એક અમદાવાદી નગરી, એને ફરતી કોટે કાંગરી,
માણેકચોકના માંહી, ગુર્જરી જોવા હાલી,
હે વહુ તમે ના જશો જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી.
એ કે લાલ દરવાજે…. (2)
ત્રણ દરવાજા માંહી બિરાજે ભદ્રકાલી,
માતાના મંદરિયે ગુર્જરી જોવા હાલી,
હે વહુ તમે ના જશો ત્યાં જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી.
એ કે લાલ દરવાજે…. (2)
સીદી સૈયદની જાળી ગુર્જરી જોવા હાલી,
કાંકરીયાનું પાણી ગુર્જરી જોવા હાલી,
હે વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી.
એ કે લાલ દરવાજે…. (2)