કર્મ પચ્ચીસીની સજ્ઝાય

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
કર્મ પચ્ચીસીની સજ્ઝાય
હરખ ઋષિ


<poem>

(જ્ઞાન દરિસન ચારિત્ર તપ-પુણ્યપ્રકાશનું સ્તવન - એ દેશી)

દેવ દાનવ તીર્થંકર ગણધર, હરિ હર નટવર સબળા; કર્મ સંયોગે સુખ દુઃખ પામ્યા, સબળા હુઆ મહા નબળા રે, પ્રાણી! કર્મ સમો નહીં કોય, કીધાં કર્મ વિના ભોગવીયાં, છુટકબારો ન હોય રે, પ્રાણી કર્મ સમો નહીં કોય ?

આદીશ્વરને અંતરાય વિડંબ્યો, વર્ષ દિવસ રહ્યાં ભૂખે, વીરને બાર વરસ દુઃખ દીધું, ઉપન્યા બ્રાહ્મણી કૂખે રે. પ્રાણી. ૨

સાઠ સહસ્ત્ર સુત એક દિન મૂઆ, સામંત સૂરા જૈસા, સગર હુઓ પુત્રે મહાદુઃખીઓ, કર્મતણા ફળ એસા રે, પ્રાણી. ૩

બત્રીશ સહસ્ત્ર દેશનો સાહેબ, ચક્ર સનતકુમાર, સોળ રોગ શ્રીરે ઉપન્યા, કરમે કીયો તસ ખુવાર રે. પ્રાણી. ૪

સુભૂમ નામે આઠમો ચક્રી, કર્મે સાયર નાખ્યો; સોળ સહસ્ત્ર યક્ષો ઊભાં દીઠાં પણ જીણ હી નવિ રાખ્યો રે. પ્રાણી. ૫

બ્રહ્મદત્ત નામે બારમો ચક્રી, કર્મે કીધો અંધો રે, એમ જાણી પ્રાણી વિણ કામે, કોઈ કર્મ મત બાંધો રે. પ્રાણી. ૬

વીશ ભુજા દશ મસ્તક હુંતા, લક્ષ્મણે રાવણ માર્યો, એકલડે જગ સહુને જીત્યો, કર્મથી તે પણ હાર્યો રે. પ્રાણી. ૭

લક્ષ્મણ રામ મહાબળવંતા, વળી સત્યવંતી સીતા, બાર વરસ લગે વનમાંહે ભમીયા, વીતક તસ બહુ વીત્યાં રે. પ્રાણી. ૮

છપ્પ્ન ક્રોડ યાદવનો સાહેબ, કૃસ્ણ મહાબળી જાણી અટવીમાંહિ એકલડો મૂએ, વલવલતો વિણ પાણી રે. પ્રાણી. ૯

પાંચ પાંડવ મહા ઝુઝારા, હારી દ્રૌપદી નારી, બાર વરસ લગે વન દુઃખ દીઠાં, ભમીયા જેમ ભીખારી રે. પ્રાણી. ૧૦

સતીયે શિરોમણી દ્રૌપદી કહીએ, પાંચ પુરુષની નાર, સુકુમાલિકા ભવે બાંધ્યું નિયાણું, પામી પાંચ ભરતાર રે. પ્રાણી. ૧૧

કર્મ હલકો કીધો હરિચંદને, વેંચી તારા રાણી, બાર વરસ લગે માથે આણ્યું, ડુંબતણે ઘેર પાણી રે. પ્રાણી. ૧૨

દધિવાહન રાજાની બેટી, ચાલી ચંદનબાળા, ચૌપદની પરે ચઉટે વેચાણી, કર્મતણા એ ચાળા રે. પ્રાણી. ૧૩

સમકિત ધારી શ્રેનિક રાજા, બેટે આંધ્યો મુસકે, ધર્મી નરપતિ કર્મે દબાણા, કર્મથી જોર ન કીસકે રે. પ્રાણી. ૧૪

ઈશ્વર દેવને પાર્વતી રાણી, કર્તા પુરુષ કહેવાય; અહોનિશ સ્મશાનમાંહે વાસો, ભિક્ષા ભોજન ખાય રે. પ્રાણી. ૧૫

સહસ્ત્ર કિરણ સૂરજ પ્રતાપી, રાત દિવસ રહે ભમતો, સોળ કળા શશિહર જગ ચાવો, દિનદિન જાયે ઘટતો રે. પ્રાણી. ૧૬

નળ રાજા પણ જુગટે રમતા, અરથ ગરથ રાજ્ય હાર્યો, બાર વરસ લગે વન દુઃખ દીઠાં, તેને પણ કર્મે ભમાડ્યો રે. પ્રાણી. ૧૭

સુદર્થનને સૂળીયે દીધો, મુંજરાયે માગી ભીખ, તમસ ગુફા મુખ કોણીક બળીયો, માની ન કોઈની શીખ રે. પ્રાણી. ૧૮

ગજ મુનિના શિર પર સગડી, સાગાદત્તનું બળ્યું શિષ, મેતરજ વાધરે વીંટાણા, ક્ષણ ન આવી રીસ રે. પ્રાણી. ૧૯

પાંચસે સાધુ ઘાણીમાં પીલ્યા, રોષ ન આણ્યો લગાર, પૂરવ કર્મે ઢંઢણ ઋષિને, ષટ્ માસ ન મળ્યો આહાર રે. પ્રાણી. ૨૦

ચૌદ પૂરવધર કર્મતણે વશ, પડ્યા નિગોદ મઝાર, આર્દ્રકુમાર અને નંદિષેણે, ફરી વાસ્યો ઘરવાસ રે. પ્રાણી. ૨૧

કલાવતીના કર છેદાણા, સુભદ્રા પામી કલંક, મહાબળ મુનિનું ગાત્ર પ્રજાલ્યું, કર્મ તણા એ વંક રે. પ્રાણી. ૨૨

દ્રૌપદી હેતે પદ્મનાભનું, ફોડ્યું કૃષ્ણે ઠામ, વીરના કાને ખીલા ઠોકાણા પગે રાંધી ખીર તામ રે. પ્રાણી. ૨૩

કર્મથી નાઠા જાય પાતાળે, પેસે અગ્નિ મઝાર, મેરુશિખર ઉપર ચડે પણ, કર્મ ન મૂકે લગાર રે, પ્રાણી. ૨૪

એવાં કર્મ જીત્યાં નરનારી, તે પહોંચ્યા શિવ ઠાય, પ્રભાતે ઉઠી નિત નિત વંદો, ભક્તિએ તેહના પાપ રે. પ્રાણી. ૨૫

એમ અનેક નર ખંડ્યા કર્મે, ભલભલેરા જે સાજ, 'ઋષિ હરખ' કર જોડીને કહે, નમો નમો કમ્ર મહારાજ રે. પ્રાણી. ૨૬ એમ એણે મંત્રે, કાજ ઘણાંના સિદ્ધ... ૭

-૦-