કર નખ રાતા
Appearance
કર નખ રાતા નરસિંહ મહેતા |
કર નખ રાતા
કર નખ રાતા કામિનીના રે રાતા અધર - સુદંત;
રાતો અબીલ ગુલાલ ઉડાડે, રાતો નવલ વસંત - કર. ૧
રાતી ચોળી કસણ કસી રે, રાતી કુસુમ રોળ;
રાતે સિંદૂર માંગ ભરી રે, મુખ રાતાં તંબોળ - કર. ૨
કૃષ્ણજી રાતા કામિનીએ, કામિની રાતી કૃષ્ણગુણે,
સરખે સરખા બેહુએ રાતા, નરસૈયો રાતે હરિચરણે. - કર. ૩