કિલ્લોલ/અમારી પીપર /પીપર કોળી

વિકિસ્રોતમાંથી
← પીપર સૂકી કિલ્લોલ
પીપર કોળી
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯
પીપર ફાલી →


૪. પીપર કોળી

હાં રે પીપર કોળી
હાં હાં રે પીપર કોળી,
જાણે અમૃતમાં ઝબકોળી એ
પીપર કોળી.

હાં રે પીપર કોળી
હાં હાં રે પીપર કોળી,
એની ઘટા બની છે બ્‍હોળી રે
પીપર કોળી.

હાં તે કુંપળ ફુટ્યાં
હાં હાં રે કુંપળ ફુટ્યાં,
જાણે બાંધ્યાં બાળ વછૂટ્યાં રે
પીપર કોળી.

હાં રે કુંપળ રાતાં
હાં હાં રે કુંપળ રાતાં,
જાણ બાળ બન્યાં મદમાતાં રે
પીપર કોળી.