કિલ્લોલ/ચુંદડી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પીપર ફાલી કિલ્લોલ
ચુંદડી
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯
હાલો ગલૂડાં રમાડવા →ચુંદડી
[ધુંબડી સૈયરમાં રમે - એ ઢાળ]

ચુંદડી ચૌદ લોકમાં ગોતું.

આભમાં ગોતું
ગેબમાં ગોતું
સાત પાતાળે ઘૂમતી ગોતું – ચુંદડી૦

ચુંદડી ચાર રંગમાં બોળી !

લાલ પીળા પરભાતમાં બોળી
ચાંદલી પૂનમ રાતમાં બોળી
વીજળી કેરા હોજમાં બોળી
મેઘ-ધનુના ધોધમાં બોળી – ચુંદડી૦
 

ચુંદડી ચાર ચોકમાં ઓઢું

માન સરોવર ઝીલતી ઓઢું
આભની વેલ્યે વીણતી ઓઢું
ડુંગરે ડુંગર દોડતી ઓઢું
વાયરા ઉપર પોઢતી ઓઢું – ચુંદડી૦

ચુંદડી ચાર છેડલે ફાટી
રાસડા લેતાં
તાળીઓ દેતાં
સાગરે ના'તાં નીરમાં ફાટી- ચુંદડી૦