કેમ કરીએ રે અમે કેમ કરીએ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

કેમ કરીએ અમે કેમ કરીએે,
દવ લાગ્યો ડુંગરમા અમે કેમ કરીએ. કેમ કરીએ


નિરવરતીનુ મારે રહયુ ઠેકાણુ,
પરવરતીની અમે પાંખે વરીએ. કેમ કરીએ


ભાગુ તો મને ભૂમિ ન સુજે,
બેસી રહીએ તો અમે બળી મરીએ. કેમ કરીએ


સંસાર સાગર મહા જળ ભરીયો,
ગુરુજી તારે તો અમે તરીએ. કેમ કરીએ


સત શબ્દમા અમે સમજીને રહીએ,
કાળ ક્રોધને અમે પરહરીએ. કેમ કરીએ


દાસી જીવણ સત ભીમના ચરણા,
ગુરુજી મળે તો અરજુ કરીએ. કેમ કરીએ