લખાણ પર જાઓ

કોઈ ગોતી દેજો રે

વિકિસ્રોતમાંથી
કોઈ ગોતી દેજો રે
અજ્ઞાત



કોઈ ગોતી દેજો રે


કોઈ ગોતી દેજો રે, કોઈ ગોતી દેજો રે;
મ્હારા કા’ન કુંવરિયાની ઝૂલડી,
મ્હારા શ્યામ સુંદરિયાની ઝૂલડી.
સાવ રે સોના કેરી ઝૂલડી, માંહી રૂપા કેરા ધાગા;
અવર લોકને ઓપે નહિ, મ્હારા કા’નકુંવરજીના વાધા રે !
— મ્હારા.

શેરીએ શેરીએ સાદ પડાવું ને ધર ધર હાલુ છું જોતી;
એ રે ઝૂલડીમા કાંઈ નથી બીજું, એને છેડે કળાયલ મોતી રે !;
— મ્હારા.

માતા જ્શોદાજી મહી વલોવે ને કા’નો વળગ્યો કોટે,
એ રે ઝૂલડીને કારણિયે, મ્હારો લાડકવાયો લોટે રે,
— મ્હારા.