ગગનમંડળ કરી ગાગરીરે મા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ગગનમંડળ કરી ગાગરીરે મા,
સકલ શોભા ભરી રે મા.

આપે ભવાની ઉમંગ શું રે મા,
રાસ રમે મધ્યરંગ શું રે મા.

નવગ્રહોમાં સૌથી વડો રે મા,
આદિત્ય અખંડ કર્યો દિવડો રે મા.

જળહળ જ્યોતિ બિંબ ગોળશું રે મા,
આદિત્ય અખંડ કર્યો દિવડો રે મા.

(વલ્લભ મેવાડો)