ગરનારીના ઉતારા રે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગરનારીના ઉતારા રે
રામો બાવો
સંત વેલનાથના ચેલા રામનું ભજન


ગરનારીના ઉતારા રે
ભાઈ ! વેલાના ઉતારા રે
સમદર બેટમાં રે જી !

ટાઢા એવા ટુકડા રે બાલુડાને જમવા રે જી,
જોજે એની જમ્યા તણી ચતુરાઈ. -- ગરનારીના૦

ફાટલ એવાં વસ્તર રે બાળુડાને પેરવાં રે જી,
જોજો એની પેર્યાં તણી ચતુરાઈ. -- ગરનારીના૦

સૂળીને તો માથે રે બાલુડાના સાથરા રે જી,
જોજો એની પોઢ્યા તણી ચતુરાઈ. -- ગરનારીના૦

વેલાને તો ચરણે રે રામો બાવો બોલિયા રે જી,
દેજો ! દેજો ! પીરુંના ચરણંમાં વાસ. -- ગરનારીના૦