ગરનારી ! ગરવો શણગાર રે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગરનારી ! ગરવો શણગાર રે
રામો બાવો
સંત વેલનાથના ચેલા રામનું ભજન


   ગરનારી ! ગરવો શણગાર રે
   જૂના જોગી ગરવો શણગાર રે
       જૂનાણું જોવાની મારી હામ છે.

   મરઘી-કંડ કાંઠે ઊભી જોગણી રે
   બાપુડા ! મરઘી-કંડ કાંઠે ઊભી જોગણી રે
   જોગણી કરે લલકાર રે. -- જૂનાણું૦

   ચડવા ઘોડો પીરને હંસલો
   બાળુડા ! ચડવા ઘોડો પીરને હંસલો
   ચળકે તીર ને કમાન રે. -- જૂનાણું૦

   વેલાનો ચેલો રામ બોલિયા રે
   બાળુડા ! વેલાનો ચેલો રામ બોલિયા રે
   આવ્યા શરણે ઉગાર રે. -- જૂનાણું૦