ગરબો ઘેલો કીધો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગરબો ઘેલો કીધો
લોકગીત


<poem> ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે મ્હારા મન હર્યાં. સમી સાંઝની જી રે વિજોગણ ક્ય્હાં રે વાગી? ગૂઢા રાગની જી રે મોરલી ક્ય્હાં રે વાગી? મધરાતની જી રે અભાગાણી ક્ય્હાં રે વાગી? સરવા સાદની જી રે મોરલી ક્ય્હાં રે વાગી?

ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે ગરબો ઘેલો કીધો.

સમી સાંઝની૦ વિ.

ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે મા ને બાપ મેલ્યાં

સમી સાંઝની૦ વિ.

ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે રોતાં બાળ મેલ્યાં

સમી સાંઝની૦ વિ.

ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે સૈયરૂંનો સાથ મેલ્યો.

સમી સાંઝની૦ વિ.

ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે કોઠીએ કણ ખૂટ્યા.

સમી સાંઝની૦ વિ.