ગાંધીજીનો અક્ષર દેહ - ૧/નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસ-૨
← નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ (નાતાલના વડા પ્રધાનને પત્ર) | ગાંધીજીનો અક્ષરદેહ નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસ-૨ [[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]] |
મિ. ચેમ્બરલેનને અરજી-૪ → |
- માનનીય વડા પ્રધાન,
- પિટરમેરિત્સબર્ગ
સાહેબ,
એવી માહિતી મળી છે કે મતાધિકાર વિધેયકના બીજા વાચન વખતે આપે નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ સંબંધમાં નીચે મુજબ કહ્યું હતું :
- સભ્યોને કદાચ એ વાતની ખબર નહીં હોય કે આ દેશમાં એવી એક સંસ્થા અસ્તિત્વમાં છે જે એની રીતે ઘણી શક્તિશાળી છે, ઘણી સંગઠિત છે, પરંતુ એ લગભગ ગુપ્ત સંસ્થા છે તે સંસ્થા મને કહેવા દો ઈન્ડિયન કૉંગ્રેસ છે.
શું હું એટલું પૂછવાની હિંમત કરી શકું ખરો કે આપના ભાષણના ઉપર આપેલા ભાગનો હેવાલ બરાબર છે કે નહીં? અને જો એ બરાબર હોય તો શું કૉંગ્રેસ એ “લગભગ ગુપ્ત સંસ્થા છે” એ માન્યતા માટે કોઈ કારણો છે ખરાં? હું આપનું ધ્યાન એ હકીકત તરફ ખેંચવાની રજા માગું છું કે જ્યારે આવી સંસ્થા સ્થાપવાનો ઇરાદો રખાયો હતો ત્યારે તે વિષે અખબારોમાં જાહેરાત કરવામાં આવી હતી, અને જ્યારે હકીકતે એ સ્થપાઈ ત્યારે એની સ્થાપનાની विटनेस અખબારે નોંધ લીધી હતી. એનો વાર્ષિક હેવાલ અને સભ્યોની યાદી તથા નિયમો અખબારોને આપવામાં આવ્યાં છે અને તેના ઉપર તેમણે નોંધ પણ લખી છે. અને કૉંગ્રેસના માનદ મંત્રી તરીકે મેં આ અખબારો સરકારને પહેાંચાડયાં છે.
[મૂળ અંગ્રેજી]
સાબરમતી સંગ્રહાલયમાંની નકલ પરથી.