ગાજે જ્યાં ગગન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગાજે જ્યાં ગગન
દલપતરામગાજે જ્યાં ગગન ઘન જવાસો સુકાઈ જાય,
તરુવર તો તમામ ફાલીને ફેલાય છે;

સૂરજની શોભા દેખી સર્વને સંતોષ થાય,
ઘુડ તો ઘલાઈ ખૂણે ઘણા ગભરાય છે;

અદેખાને ઉપદ્રવ કરે નહિ કોય તોય,
અદેખાનું શરીર સ્વભાવથી સુકાય છે;

સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ,
જેમ ફોસફરસ તો સ્વભાવે બળી જાય છે.