ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ/પ્રીતમદાસ

વિકિસ્રોતમાંથી
← રઘુનાથદાસ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ
પ્રીતમદાસ
દલપતરામ
લજ્જારામ →


પ્રીતમદાસ

એ કવિ ચડોતર જીલ્લાના સંધેસર ગામનો ભાટ હતો. તે સંવત ૧૮૩૮માં હયાત હતો. પ્રથમ તે વિષ્ણુ ભક્ત હતો. તેથી તેણે વિષ્ણુની ઉપાસના વિષે ઘણાં પદ કરેલાં છે. પછી તે બ્રહ્મજ્ઞાની એટલે વેદાંતી થયો હોય એવું જણાય છે. તેણે ગુજરાતી ભાષામાં ગીતા કરેલી છે. તથા પદ, ગરબિયો, ધોળ વગેરે છુટક કવિતા તેણે ઘણી કરેલી છે. એની કવિતામાં ઘણી મિઠાશ છે. તેથી માણસના મનને અસર થાય છે. એની કવિતા આખા ગુજરાતમાં ફેલાઈ છે. એ કવિ પેહેલા વર્ગમાં ગણવા લાયક છે. એના સંબંધી વિશેષ હકીકત મારા જાણવામાં આવી નથી.