ગુરગમ ખોજો રે આ ઘટમાં

વિકિસ્રોતમાંથી
ગુરગમ ખોજો રે આ ઘટમાં
ખીમ સાહેબ



ગુરગમ ખોજો રે આ ઘટમાં

ગુરગમ ખોજો રે આ ઘટમાં વો ઘટમાં...
ગુરુ ગમ ખોજો રે આ ઘટમાં, ઓ ઘટમાં

કર સતગર કી સેવ, ઔર સબ જૂઠી બાજી,
દેખ પતંગ કો રંગ, તા હી પર દનિયા રાજી,
સત શબદ સૂઝે નહીં, જૂઠ જૂઠ કં ધ્યાય ;
આપકી તો ગમ નાહીં રે, કહાં સે આયા કહાં જાય...ગર ગમ ખોજો રે... આ ઘટમાં...

દૂર દેખન મત જાવ, પકડ સૂરતા કી દોરી,
કરો શબદસે મેળ, રહો તમ કોઈ સ્વર જોડી,
શબદ પાર હે સાહેબ, જો સતગર સમજાઈ;
અક્ષર આદ અનાદિકા, અક્ષરાતિત ઓળખાઈ...ગર ગમ ખોજો રે... આ ઘટમાં...

સહજ શૂન્ય કે માંહી, પરમ હંસા કા વાસા,
નિરાધાર નિરવાણ, કબહં હોવે ના નાશા,

કરમ ભરમ સબ ભાંગ કે, કર સતગર કી સેવ;
સાન સમજ લે સતગર કી, અવર દેવ નહીં કોઈ....
બાજી સબ હદ માંહી, બેહદ કિરતાર કહાવે,
અનહદ ઉઠે અપરંપાર ભાણ ગર ભેદ બતાવે,
બાહિર ભીતર એક તાર હે, રમતા રામ કબીર;
ખીમ કહે છે ખલક દરિયા, સનમખ સાધ્યા તીર...ગર ગમ ખોજો રે... આ ઘટમાં...

ગુરૃ ગમ ખોજો રે... આ ઘટમાં...