ગુરુ મારા સિંચોડો કીધો તમે સાબધો
Appearance
ગુરુ મારા સિંચોડો કીધો તમે સાબધો દાસી જીવણ |
ગુરુ મારા સિંચોડો કીધો તમે સાબધો
મારા હૈયામા હરખ ન માય રે ગુરુજી મારા, ચિચોડો કીધો સાબદો
સાખી-સતસંગનો ચિચોડો માંડયો, માય શબ્દની શેરડી પીલાય,
રહસ્ય રૂપી રસ નીકળે, એની ભાવેથી કુડીયુ ભરાય. ગુરુ
સાખી-આ કાયા રૂપી કડા બનાવી, ઠીક કરી માણીગે ઠેરાય,
કુડ કપટના બળતણ બાળતા, એમા અનુભવ રસ ઉભરાય. ગુરુ
સાખી- ધરમ માય પડી રે ધ્રુબકી, ગુણ રૂપી ગોળ પકવાય,
કબુદ્ધિ રૂપી કામસ ઉતારવા, પ્રેમની પાવડી ફેરવાય. ગુરુ
સાખી- અનેક લોકો ગોળ ખાવા આવ્યા, આવીને ઉભા અખાડાની માય,
દાસી જીવણ સત ભીમના ચરણા, પછી મારા મનના માટલા ભરાય. ગુરુ