ચર્ચા:ઓખાહરણ/કડવું-૨૬

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી

ગોર્યમા! માંગુ રે, મારા બાપનાં રાજ; માતા સદાય સોહાગણી (૧).

ગોર્યમા! માગું રે મારા ભાઇનાં રાજ; ભાભી તે હાથ હુલાવતી. (૨).

ગોર્યમા! માગું રે મારા સસરાનાં રાજ; સાસુને પ્રજા ઘણી. (૩).

ગોર્યમા! માગુ રે, દિયર જેઠનાં રાજ; દેરાણી જેઠાણીનાં જોડલાં. (૪).

ગોર્યમા! માગું રે, તમારી પાસ; અખંડ હેવાતન ઘાટડી. (૫).

ગોર્યમા! માંગું રે, હું તો વારંવાર; ચાંલ્લો ચૂડોને રાખડી. (૬).

ગોર્યમા! માંગું રે, સરખાં સરખી જોડ; માથે મનગમતો ધણી. (૭).