જાવું છે જી, જાવું છે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ


જાવું છે જી, જાવું છે
દાસી જીવણ


જાવું છે, જી, – જાવું છે – જાવું છે જરુર ! (ધ્રુ૦)

કાયા ત્હારી કામ ન આવે, ઝાંખું થાશે નુર;
એવા સરખા આથમી ગયા ઉગમતા અસુર ! જાવું૦

મ્હોટે ઘેર હાથી ધોડા હળ અને હઝુર,
એવા સરખા વહી ગયા – નદીયોનાં પૂર ! જાવું૦

રહ્યા નથી, ર્‌હેશે નહી, રાજા ને મજુર ;
એવા સરખા ઉડી ગયા – આકડાનાં તુર ! જાવું૦

એકી સાથે જમતા હતા દાળ ને મસુર !
દાસ જીવણ ક્‌હે, કર જોડી, “ભજી લ્યો ભરપૂર !” જાવું૦