જો ને !
જો ને ! છોટમ |
જો ને !
સત્ય નહીં તે ધરમ જ સાનો? દયા વિના શું દામ જો ને?
મન વશ નહીં તે તપ શાનું? શીલ વિના શું સ્નાન જો ને?
ભાવ વિના તો ભક્તિ શાની? ભક્તિ વિના શું જ્ઞાન જો ને?
પ્રીતિ હોય તો પડદો શાનો? ધૈર્ય વિના શું ધ્યાન જો ને?
સદ્-ગુણ નહીં તો સાધુ શાનો? તૃષ્ણા ત્યાં શું ત્યાગ
ભ્રાંતિ રહી તે અનુભવ શાનો? સાચી ન અમ્ળે શોધ જો ને?
પ્રતાપ નહીં તે પભુતા શાની? સિદ્ધી વિના શો સિદ્ધ જો ને?
દૈવત નહીં તે દેવ જ શાનો? રાંક પણે શી રિદ્ધિ જો ને?
વિનય વિના તે વિદ્યા શાની?દામ વિના શું દાન જો ને?
નીર વિના તે નવાણ શાનું? ધણી વિના શું ધામ જો ને?
કહ્યું કવે તે કવિજન શાનો? શૌર્ય વિના શું શૂર જો ને?
સાચ જૂઠનો કરે નિવેડો, રે રો પંડિત પૂરા જો ને!
સર્વગામિની સતી ન કહીએ, લક્ષ વિના શી ટેક જો ને?
સાચજૂઠની કિંકત ન કરે, છળમાં પડ્યા છેક જો ને!
સાચા પ્રભુને જે નવ શોધે, તે નર કહીએ કાચા જો ને!
કહે છોટમ નિર્ધાર કરી લે, વેદ તણી એ વાચા જો ને!
છોટમ