જ્યારે મેં પ્રભુ પાસે માંગ્યું

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

જ્યારે મેં પ્રભુ પાસે શક્તિ માંગી
તેણે મને સામનો કરવા મુશ્કેલીઓ આપી

જ્યારે મેં પ્રભુ પાસે ચતુરાઈ અને બુધ્ધિ માંગી
તેણે મને જીવનના અજીબોગરીબ કોયડા ઉકેલવા આપ્યા

જ્યારે મેં પ્રભુ પાસે ખુશીઓ માંગી
તેણે મને અન્ય દુઃખી લોકો બતાવ્યા

પ્રભુ પાસે જ્યારે મેં અઢળક સંપત્તિ માંગી
તેણે મને સખત મહેનત કરવાના રસ્તા બતાવ્યા

પ્રભુ પાસે જ્યારે મેં આશિર્વાદ માંગ્યા
તેણે મને મહેનત કરી તકો મેળવતા શીખવ્યું

પ્રભુ પાસે મેં મનની શાંતિ માંગી
તેણે મને મુસીબતમાં આવેલાની મદદ કરતા શીખવ્યું.

પ્રભુ એ મને જે જોઈતું હતું એ કાંઈ ન આપ્યું
તેણે મને એ બધુંય આપ્યું જેની મને જરૂર હતી.