ઝાલરી ઝાલરી ઝાલરી રે (ઝાલરી-2)

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

ઝાલરી ઝાલરી ઝાલરી ઝાલરી રે
ઝણઝણ વાગે છે ઝાલરી. ઝાલરી


ઈંગલા પીંગલા સુખમના સાધી લે,
માંઈ મેરમ સરખા દીસે છે માલમી. ઝાલરી


વિના દીપક એક જયોતી જલત હે,
માંઈ ખન ખન ખુબી દસે છે ખ્યાલરી. ઝાલરી


ઝીણે ઝીણેશ્વર ત્યા જલમલ જયોતી,
માંઈ તનનન વાગે છે ઝીણી હો તાલરી. ઝાલરી


દાસી જીવણ સત ભીમ કેર ચરણા,
નાથજીના નેડલે થઈ છુ ન્યાલરી. ઝાલરી