ડોલરિયો દરિયા પાર

વિકિસ્રોતમાંથી
ડોલરિયો દરિયા પાર
લોકગીત



ડોલરિયો દરિયા પાર

દળ હાલ્યાં ને વાદળ ઊમટ્યાં,
મધ દરિયે ડૂલેરાં વ્હાણ : મોરલી વાગે છે.

એક હાલાર શહેરના હાથીડા,
કાંઇ આવ્યા અમારે દેશ: મોરલી વાગે છે.
છેલછોગાળો હોય તો મૂલવે,
ડોલરિયો દરિયા પાર : મોરલી વાગે છે.

એક ઘોઘા તે શહેરના ઘોડલા,
કાંઇ આવ્યા અમારે દેશ: મોરલી વાગે છે.
છેલછોગાળો હોય તો મૂલવે,
ડોલરિયો દરિયા પાર : મોરલી વાગે છે.

એક વાળાક શહેર વેલડી;
કાંઇ આવી અમારે દેશ : મોરલી વાગે છે.
છેલછોગાળો હોય તો મૂલવે,
ડોલરિયો દરિયા પાર : મોરલી વાગે છે.

એક ચીતળ શહેરની ચુંદડી,
કાંઇ આવી અમારે દેશ : મોરલી વાગે છે.
છેલછોગાળો હોય તો મૂલવે,
ડોલરિયો દરિયા પાર : મોરલી વાગે છે.

એક સૂરત શહેરની સાડીઓ,
કાંઇ આવી અમારે દેશ : મોરલી વાગે છે.
છેલછોગાળો હોય તો મૂલવે,
ડોલરિયો દરિયા પાર : મોરલી વાગે છે.

એક મુંબઈ શહેરના મોતીડાં
કાંઇ આવ્યાં અમારે દેશ : મોરલી વાગે છે.
છેલછોગાળો હોય તો મૂલવે,

ડોલરિયો દરિયા પાર : મોરલી વાગે છે.

એક દખણ શહેરના ડોળિયા
કાંઇ આવ્યાં અમારે દેશ : મોરલી વાગે છે.
છેલછોગાળો હોય તો મૂલવે,
ડોલરિયો દરિયા પાર : મોરલી વાગે છે.