દાદા એને ડગલે ડગલે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે
દાતણ કરશે બાળાવરની જાન રે

દાદા એને ડગલે ડગલે સરોવર ખોદાવો રે
નાવણ કરશે બાળાવરની જાન રે

દાદા એને ડગલે ડગલે કંદોઈ બેસાડો રે
ભોજન કરશે બાળાવરની જાન રે

દાદા એને ડગલે ડગલે તંબોળી બેસાડો રે
મુખવાસ કરશે બાળાવરની જાન રે

દાદા એને ડગલે ડગલે ઢોલિયા ઢળાવો રે
પોઢણ કરશે બાળાવરની જાન રે

દાદા એને ડગલે ડગલે મેડીઓ ચણાવો રે
ઉતારા કરશે બાળાવરની જાન રે