દાસીને તેડી જાજો તમારા દેશમાં

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
દાસીને તેડી જાજો તમારા દેશમાં
દાસી જીવણદેશમાં રે દેશમાં

દાસી ને તેડી જાજો તમારા દેશમાં

દેશમાં રે દેશમાં

ધોળુડા વસ્ત્રો મારે અંગ રે વિરાજે

મારે ફરવું કાપડીઓના વેશમાં

વેશમાં રે વેશમાં

ખલકોને ટોપી મારે અંગ રે વિરાજે

મારે ફરવું અતિતોના વેશમાં

વેશમાં રે વેશમાં

લીલુડાં વસ્ત્રો મારે અંગ રે વિરાજે

મારે ફરવું અતિતોના વેશમાં

વેશમાં રે વેશમાં ફકિરોના

અપરાધી જીવડો તારે આશરે આવ્યો રે

લાખો ગુનહા સામે જોશ મા

જોશમા રે જોશમા

દાસી જીવણ કે સંત ભીમ કેરાં શરણાં

મારે રેવું સદા બાવાવેશમાં

વેશમાં રે વેશમાં