નાણાવટી રે સાજન બેઠું માંડવે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા ભરી સભાના રાજા
એવા જીગરભાઈના દાદા
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા ગુલાબ કેરા ગોટા
એવા જીગરભાઈના પિતા
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવી ફૂલડિયાંની વાડી
એવી જીગરભાઈની માડી
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા અતલસના તાકા
એવા જીગરભાઈના કાકા
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા લીલુડાં વનના આંબા
એવા જીગરભાઈના મામા
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા હાર કેરા હીરા
એવા જીગરભાઈના વીરા
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવી ફૂલડિયાંની વેલી
એવી જીગરભાઈની બેની
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે