નીત નીત લાછવર લક્ષણ રૂડાં
Appearance
નીત નીત લાછવર લક્ષણ રૂડાં નરસિંહ મહેતા |
નીત નીત લાછવર લક્ષણ રૂડાં, મોટેરાં થઈએ રે ત્યમ બોલીએ કૃડાં.
માત યશોદા જાણે રે માહારો લાડકો પુત્ર, વાહાલાજીએ ઠામ ઠામ માંડ્યાં ઘરસૂત્ર.
જેહનું બ્રહ્માદિક ધ્યાન ધરે સુર મુનિ ગાયે, દૃષ્ટે પડી નાચ્ય વિના રમી ન જાયે.
શીખ દેતાં દુભાશો મા શામળા કાહાન, નરસિંહાએ એ નાચ્યને દીધું સનમાન.